જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઘર્ષણનાં બનાવો બની રહયા હોય અને જે અંગેની પોલીસ ફરીયાદ પણ થઈ રહી છે. બે દિવસ પહેલા વોર્ડ નં.૧પમાં સોડા-બોટલનાં છુટા ઘા કરવાનાં બનાવો બનવા પામેલ હતા અને આ બનાવના અનુસંધાને આરોપીની ધરપકડ થઈ હતી. ત્યારબાદ આરોપીને માર મારવાના કથીત બનાવ બનવાના અનુસંધાને એક મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરવાનો બનાવ બનવા પામેલ છે. આ દરમ્યાન મનપાની વોર્ડ નં.૧પની પેટા ચૂંટણીમાં ચૂંટણી પ્રચારે વધુ બીજી વખત ઘર્ષણ થયું હોવાની ફરીયાદ ગઈકાલે નોંધાઈ છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વીર મેઘમાયાનગર ખાતે રહેતા સંજયભાઈ સુરેશભાઈ ઉર્ફે દુલાભાઈ સોલંકી (ઉ.વ.૩પ)એ ધર્મેશ ઉર્ફે ધમો લાખાભાઈ પરમાર, રણજીત ઉર્ફે રાવણ લાખાભાઈ પરમાર, રણજીતનો છોકરો મલ્લો, ધર્મેશની બહેન (શાકમાર્કેટમાં રહે છે તે) રહે.બધા જૂનાગઢવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામના ફરીયાદી ભાજપ પક્ષની સ્લીપ વેંચવા માટે વોર્ડ નં.૧પમાં ગયા હતાં. તે દરમ્યાન આરોપીઓએ અમારા વિસ્તારમાં કેમ આવ્યા છે તેમ કહીં ગદડા પાટુનો માર મારી બિભત્સ શબ્દો કહી તેમજ પોલીસને પણ ઈજા કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews