જૂનાગઢ જીલ્લા જેલનાં જેલ સહાયક કિરીટસિંહ ભરતભાઈએ પોલીસમાં રોહીત બાબુભાઈ તેમજ નરેશ ખીમજીભાઈ, સંજય અમરશીભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા આ આરોપીઓએ બેરેકના સંડાસનાં ગોખલામાં પ્લાસ્ટીકની કોથળીમાં વિંટાળીને સંતાડીને રાખેલ મોબાઈલ ફોન એમજે મોડલ નં.એમ-૧૦ ગોલ્ડન કલરનો જડતી દરમ્યાન મળી આવતાં આરોપીઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. આ અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વી.આર. ચાવડા ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews