કોવિડ-૧૯ના કાળ બાદ અનલોકની પ્રક્રીયા દરમ્યાન જ્યાં શાળાઓ કોલેજ અને અન્ય ક્લાસિસ શરૂ થઇ ગયા છે, ત્યાં જ બીજી બાજુ ઉનામાં ઓનલાઈન એજ્યુકેશનના નામથી પ્રસિદ્ધ શિક્ષા એકેડમીના ઓનર રવિ એન. શર્મા (રહે. દેલવાડા) હંમેશા વિવિધ વિભાગોમાં એજ્યુકેશન નવા પ્રયત્ન કરી રહેલ છે. તેમણે સેવા સાથે એક નવી પહેલ કરી છે જેમાં તેમના અને ટીમની મદદથી માત્ર સક્ષમ પરીક્ષાના માધ્યમ દ્વારા તદ્દન નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓને મદદ કરશે. આ ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન અને એપ્લિકેશન અને વેબસાઈટ તથા યુટ્યુબના માધ્યમથી ધો. ૧૦-૧૨ બોર્ડના સામાન્ય પ્રવાહથી સાયન્સ ઝોન સુધીના અભ્યાસનો પણ સમાવેશ થશે જે આવતીકાલ તા. ૧૯ ફેબ્રુઆરીનાં રોજ શિવાજી મહારાજની જન્મ જ્યંતીથી શરૂ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews