જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીનો મહામેળો દર વર્ષે ભાવ ભકિતપુર્વક યોજાઈ રહેલ છે. કોરોનાના સંક્રમણકાળમાં શિવરાત્રી મેળો યોજવો કે નહીં હજુ સુધી કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. ત્યારે તત્કાલ આ અંગે ગાઈડ લાઈન જારી કરવા ભાવિકોની લાગણી રહી છે.
શિવરાત્રીનો મેળો યોજાઈ એટલે ભવનાથ ક્ષેત્રમાં ભજન, ભોજન અને ભકિતની ત્રિવેણી સંગમ રચાઈ, સેવાના માધ્યમથી પ્રેમથી આવનારા ભાવિકોને ભોજન પણ પીરસવામાં આવે, સંતોનાં દિવ્ય દર્શનનો લ્હાવો મળે અને શિવરાત્રીનાં દિવસે દિગંબર સાધુની ભવ્ય રવાડી – સરઘસ પણ નિકળે છે. આમ શિવરાત્રીનાં પાંચ દિવસનાં આ મેળામાં જુદા-જુદા કાર્યક્રમ યોજાઈ. આવા દિવ્ય મેળાની તૈયારીનાં દિવસો નજીક આવતાં હોય આ વર્ષે કોરોનાના ખતરા સામે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જાેકે સંબંધીત તંત્ર દ્વારા રૂટીન મુજબની તો કાર્યવાહી થઈ છે. તો બીજી તરફ સંતો, આ મેળામાં આવા તૈયાર છે. ઉતારા મંડળ દ્વારા સેવા માટે તેમના અન્નક્ષેત્રો શરૂ કરવાની તૈયારી દાખવી છે. શિવરાત્રી મેળો આવે એટલે અગાઉથી સાધુ-સંતો અને જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્રની અને અન્ય વિભાગોની બેઠક દર વર્ષે યોજાતી હોય છે. ત્યાર બાદ આગોતરૂ આયોજન થતુ હોય છે. આ વર્ષે શિવરાત્રીનો મેળો યોજાય કે કેમ તે અંગે છેલ્લા કેટલાય સમય થયા અવઢવ પ્રવર્તી રહી છે. શિવરાત્રીનાં મેળાને ગણત્રીનાં ૧૮ દિવસો જ બાકી રહયા છે. સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કંઈ રીતે મેળાનું આયોજન થાય તે અંગેની સ્પષ્ટતા વહેલી તકે કરવાની લાગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews