જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ તા. ૧૮-૨-૧૮૩૬ના રોજ બંગાળના એક ગામડામાં થયો હતો. વારસામાં ઊતરેલી ભગવદ્ભક્તિને લીધે સાધુ સમાગમ, ભજનકીર્તન તથા ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત રહેતા અને એટલ જ તે નાની વયે પણ એ સમાધિસ્થ થઇ જતા. મા કાલિકાની અવિરત ઉપાસનાને લઈ તેમને બબ્બે વાર ગંભીર માંદગીમાં સપડાવું પડ્યું હતું.
તોતાપુરી નામના સન્યાસી પાસેથી વેદાંત તથા સાધનાનું જ્ઞાન મેળવી સમાધિ – સાધના આદરી જે સાધના કરતાં તોતાપુરીને ખુદને ચાલીસ વરસ લાગેલા તે સાધના રામકૃષ્ણએ કેવળ ત્રણ જ દિવસમાં સિદ્ધ કરી અને પરમ જ્ઞાન પ્રાપ્ત કરી તે પરમહંસ કહેવાયા. તેમની વિશુદ્ધ ભક્તિથી પ્રભાવિત થઇ બધા જ સંપ્રદાયના લોકો એમના સત્સંગનો લાભ લેતા. વિદ્વાન ભક્તોનું મંડળ વધવા લાગ્યું. સ્વામી વિવેકાનંદ તેમના અધિક પ્રિય શિષ્ય બન્યા અને તેમણે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. દક્ષિણેશ્વર યાત્રિકો અને દર્શનાર્થીઓથી ઉભરાવા લાગ્યું. રામકૃષ્ણની શારીરિક સ્થિતિ અસ્વસ્થ રહેતી હતી. સ્વામી વિવેકાનંદને ભાવિ કર્તવ્યનો ઉપદેશ આપ્યા પછી ત્રણ વાર કાલી,કાલી, કાલી એવો ઉચ્ચાર કરી મહાસમાધિમાં લીન થઇ ગયા. અને ઇ. ૧૮૮૬ માં રામકૃષ્ણ પરમહંસે લીલા સંકેલી લીધી. રામકૃષ્ણ પરમહંસ શું ખરેખર મૃત્યુ પામ્યા હતા? એમના શબ્દોમાં તો તેઓ ‘એક ઓરડામાંથી બીજા ઓરડામાં ચાલ્યા ગયા હતા.’ ‘શ્રી રામકૃષ્ણ પરમહંસ જ્ઞાન, પ્રેમ, ત્યાગ, વિશાળતા અને માનવસેવાની મહેચ્છાના એકત્રિત કરેલા મૂર્તિ સ્વરૂપ છે. મારૂં મોટામાં મોટું સદ્ભાગ્ય છે કે હું જન્મે-જન્મે તેમનો દાસ છું.
તેમનો એક શબ્દ મારે મન વેદ અને વેદાન્ત કરતાંયે વધારે કિંમતી છે.’ શ્રી રામકૃષ્ણ પરમહંસને તો તેમના જીવન દરમ્યાન જ ૧૯મી સદીના આખરી ભાગમાં વિદ્યાપીઠના મહાન બુધ્ધિશાળી માનવીઓ ઇશ્વરના અવતાર તરીકે માનતા. રામકૃષ્ણદેવના આશીર્વાદથી શિષ્યોને આંતરદૃષ્ટિ મળી છે. રામકૃષ્ણ દેવે શિષ્યોને એક મહાન બક્ષિસ આપી હતી અને તે એ કે, ફક્ત વાતો કરવાની નથી, પણ પ્રત્યક્ષ જીવન જીવવાની ઇચ્છા રાખવી અને જીવનભર પ્રયત્ન કરવો.’
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews