સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો હોવાથી માછીમારી સીઝન દરમ્યાન પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારી બોટોના વારંવાર અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં ૧૧૦૦ બોટો અને ૪૦૦ ખલાસીઓ સબડી રહ્યા છે ત્યારે ભારતીય જળસીમા ઉપરથી ૩ માછીમારી બોટ અને ૧૭ ખલાસીઓના અપહરણ કરી પાકિસ્તાને કરેલી નાપાક હરકત સામે આવી છે. અપહરણ કરાયેલી બોટોમાં બે બોટ પોરબંદર શ્રી ગણેશ અને રિધ્ધી સિધ્ધી તેમજ એક બોટ વેરાવળની છે. છેલ્લા બે વર્ષથી મંદી અને પેટ્રોલ ડિઝલના ભાવવધારાને કારણે મંદ પડેલ માછીમારી ઉદ્યોગ કોરોનાના લોકડાઉનને લઈ પાયમાલ થયો છે. ત્યારે પાકિસ્તાને કરેલ નાપાક હરકતે માછીમારો ઉદ્યોગની કમર તોડી નાખી છે. પાકિસ્તાની જેલમાં રહેલા ખલાસીઓ અને તેના કબ્જામાં રહેલી બોટોને છોડાવવા સરકાર પગલાં લે તેવી લોકમાંગ ઉઠી છે. આ અંગે ગુજરાત ફીશ મરચન્ટ એસોસીએશનના પ્રમુખ હાજી સીદીક નારીયા અને જુનશભાઈ થઈમે પણ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews