જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં. ૬ અને વોર્ડ નં. ૧૫ ની પેટા ચૂંટણી અન્વયે વોર્ડ નં. ૧૫ ના આંબેડકર નગર, ધરાર નગર, મેઘાણીનગર, પંચેશ્વર, ખાડિયા, દાતાર રોડ સહિતના વિસ્તારમાં ચુંટણી બંદોબસ્ત સઘન બનાવી લોકો ર્નિભય પણે ચૂંટણીમાં ભાગ લઈ શકે તે માટે, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાને આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ જે.એમ.વાળા, ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી.જી.બડવા, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બોદર, કે.એસ.ડાંગર, સહિતના અધિકારીઓ તથા વિશાળ પોલીસ કાફલા સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
જૂનાગઢ પોલીસે કરેલ ફ્લેગ માર્ચ દરમ્યાન પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફનો વિશાળ કાફલો જ્યારે દાતાર રોડ ઉપરથી પસાર થયો ત્યારે લોકો વિશાળ કાફલાને નિહાળવા ઘરની બહાર નીકળી ગયા હતા. ફ્લેગ માર્ચ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે પાંચ-છ વર્ષની એક બાળકી પોતાના હાથમાં પાંચ રૂપિયાની નોટ લઈને રોડ ક્રોસ કરી રહી હતી અને વિશાળ પોલીસ કાફલાને જાેઈ જતા હેબતાઈ ગયેલ અને હાથમાંથી પાંચ રૂપિયાની નોટ રોડ ઉપર પડી ગયેલ હતી. બાળકી રોડની એક સાઈડ ઉભી રહી ગયેલ અને નજર રોડ ઉપર પડેલ પાંચ રૂપિયાની નોટ ઉપર હતી. આ દ્રશ્ય ફ્લેગ માર્ચમાં રહેલ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જાેતા, રોડ ઉપર પડેલ પાંચ રૂપિયાની નોટ જાતે ઉપાડી બાળકી પાસે જઈ, તેના હાથમાં મૂકી બાળકીના માથા ઉપર હાથ મુકતા બાળકી પોલીસ કાફલા સામે જાેઇને મરક-મરક હસવા લાગ્યા હતા અને પોલીસનું સહિષ્ણુતાભર્યું વલણ જાેઈને બાળકી રાજી થઈ ગઈ હતી. શહેરનાં નાગરીકોને પોલીસથી નહીં ડરવા જણાવ્યું હતું. ત્યાં હાજર લોકો દ્વારા પણ આ દ્રશ્ય જાેઈને પોલીસ દ્વારા નાની બાળકી તરફ દર્શાવેલ સહિષ્ણુત્તાની લાગણી પ્રત્યે સંતોષની લાગણી થઈ હતી. જૂનાગઢ પોલીસની ફ્લેગ માર્ચ દરમ્યાન પણ જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે એસઆરપીની એક કંપની મંગાવી સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપી બંદોબસ્તમાં મૂકી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી દરમ્યાન લોકો ર્નિભયપણે મતદાન કરે તે માટે લોકો વચ્ચે જઈને લોકોના પર્વને કોઈપણ જાતના સુલેહશાંતિના ભંગ વગર ચુંટણી પર્વ ઉજવાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવેલ છે. જે કાર્યવાહી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews