જૂનાગઢ સહિત સોરઠ પંથકની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પુરજાેરથી ચાલી રહેલ પ્રચાર તંત્ર

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેની તૈયારીઓ પુરજાેશથી ચાલી રહી છે. ઉમેદવારોનું પ્રચાર તંત્ર જાેરશોરથી ચાલી રહયું છે અને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને વિજેતા બનાવવાનાં મુડમાં એડીચોટીનું જાેર લગાવી રહયાં છે.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં જયાં ભાજપને ૩૦ બેઠક પૈકી ર૭ બેઠક ઉપર કટર પ્રચારનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ર૦ર૧માં જીલ્લા પંચાયત કબજે કરવા માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોથી ભારે ખેંચતાણ જાેવા મળશે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયા બાદ એક બેઠક બિલખા ભાજપને ફાળે બિનહરીફ થયા બાદ હવે ર૯ બેઠક માટે ૯ર ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. ગત જીલ્લા પંચાયતમાં પણ જૂનાગઢ જીલ્લા પંચાયત કોંગ્રેસને ફાળે ગઈ હતી. જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપના ર૯, કોંગ્રેસ ર૮, બસપાના ૦૬, એનસીપીના ૪, આમ આદમી પાર્ટીના ૧પ, અને ૧પ અપક્ષો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં કુલ ર૯ બેઠકમાંથી ૧૪ બેઠકો એવી છે. જેમાં ત્રિપાંખીયો જંગ છે. જેમાં ડુંગરપુર, મજેવડી, માંગરોળ, મેખડી, શીલ, કોયલાણા, સરદારગઢ, ગડુ, શિલ, કુકસવાડા અને અમરાપુર, મોટી મોણપરી, શાપુર, સાસણ અને ભેંસાણ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ રહેશે. જેમાં ભાજપ, કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી અને બસપા મેદાનમાં છે. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ અને તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટે આગામી તા.ર૮નાં રોજ મતદાન થનાર છે. જેના માટે કુલ ૯પ૪ મતદાન મથક ઉપર મતદાન થનાર છે. ગત ર૦૧પમાં ૮૭૯ મતદાન મથકો હતા. પરંતુ આ પાંચ વર્ષમાં ૬ર૭ર૮ મતદારોનો વધારો થયો છે. જેથી ૭પ મથકોમાં વધારો નોંધાયો છે.
તાલુકા પંચાયતમાં ૯પ૪ મતદાન મથકો ઉપર મતદાન
જૂનાગઢ તાલુકા પંચાયતમાં ૯પ૪ મતદાન મથકો ઉપર મતદાન થવાનું છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢ તાલુકામાં કુલ મતદારો ૯પર૧૩, મતદાન મથક ૧૧૮, વંથલીમાં કુલ મતદારો ૬૮,૪પપ, મતદાન મથક ૮ર, માણાવદર કુલ મતદારો ૭૧૩૯૭, મતદાન મથક ૮૯, કેશોદ કુલ મતદારો ૯૬૧૬૯, મતદાન મથક ૧૧૩, માંગરોળ, મેંદરડા કુલ મતદારો ૧૧૦૩૮૧, મતદાન મથક ૧ર૯, મેંદરડા કુલ મતદારો ૬ર,પ૭૮, મતદાન મથક ૮ર, માળિયા કુલ મતદારો ૧૧૯૮૭૪, મતદાન મથક ૧૩૯, વિસાવદર, ભેંસાણ કુલ મતદારો ૯૪૭૪૯, મતદાન મથક ૧ર૩, ભેંસાણ કુલ મતદારો ૬૮પ૯૮, મતદાન મથક ૭૯ ઉપર મતદાન યોજાશે.
જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકો માટે
૯ર ઉમેદવારો વચ્ચે જંગ
જૂનાગઢની ડુંગરપુરની બેઠક ૩ ઉમેદવારો, જૂનાગઢની મજેવડી બેઠક ૩ ઉમેદવારો, જૂનાગઢની વડાલ બેઠક -ર ઉમેદવારો, કેશોદની અગતરાય બેઠક ૪ ઉમેદવારો, કેશોદની અજાબ બેઠક – ર બેઠક, કેશોદની બાલાગામ બેઠક ૪ ઉમેદવારો, કેશોદની મેસવાણ બેઠક ૪ ઉમેદવારો, માંગરોળની મુકતુપુર ૪ ઉમેદવારો, માંગરોળની માંગરોળ બેઠક ૩ ઉમેદવારો, માંગરોળની મેખડી બેઠક ૩ ઉમેદવાર, માંગરોળની શીલ બેઠક ૩ ઉમેદવાર, માણાવદરની કોયલાણા બેઠક ૩ ઉમેદવાર, માણાવદરની મટીયાણા બેઠક -ર ઉમેદવારો, માણાવદરની સરદારગઢ બેઠક ૦૩ ઉમેદવાર, માળિયાની ગડુ બેઠક ૦૩ ઉમેદવાર, માળિયાની જુથળ બેઠક -ર ઉમેદવાર, માળિયાની કુકસવાડા બેઠક ૩ ઉમેદવાર, માળિયાની અમરાપુર ગીર બેઠક ૩ ઉમેદવાર, માળિયાની માળિયા બેઠક -ર ઉમેદવાર, વિસાવદરની કાલસારી બેઠક ૩ ઉમેદવાર, વિસાવદરની મોટી મોણપરી બેઠક ૪ ઉમેદવારો, વિસાવદરની સરસઈ બેઠક ૪ ઉમેદવાર, વંથલીની ધંધુસર બેઠક -પ ઉમેદવાર, વંથલીની કણજા બેઠક -ર ઉમેદવાર, વંથલીની શાપુર બેઠક ૩ ઉમેદવાર, મેંદરડાની મેંદરડા બેઠક પ ઉમેદવાર, મેંદરડાની સાસણ બેઠક ૩ ઉમેદવારો, ભેંસાણ તાલુકાની ભેંસાણ બેઠક ૩ ઉમેદવારો, ભેંસાણ તાલુકાની ચુડા બેઠક ૪ ઉમેદવારો ચુંટણી જંગમાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!