ઘરફોડ ચોરી તથા હથિયારનાં ગુનામાં અગાઉ પકડાયેલા આંતરરાજય ચોરીઓ કરતી ચીખલીગર ગેંગનાં બે શખ્સોને કોઈ મોટો ગુનો આચરે તે પહેલા જૂનાગઢની પોલીસે ઝડપી લઈ રૂા.૬,ર૦,૩૬૦નાં મુદામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવારની સૂચના તેમજ જીલ્લા પોલીસવડા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ ઘડફોડ ચોરીનાં આરોપીઓને ઝડપી લેવા જૂનાગઢ ક્રાઈમ મબ્રાંચની ટુકડીને સુચના આપી હતી. જે અન્વયે ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. એચ.આઈ.ભાટી તથા સ્ટાફે કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન બી-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રૂા.ર.પર લાખની ચોરી અંગે પણ બી-ડીવીઝનમા ગુનો દાખલ થયેલ હોય જેથી ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ પીએસઆઈ એ.કે.પરમારને આ બનાવનો ભેદ ઉકેલવા સુચના અને માર્ગદર્શન આપેલ. બાતમીદારો દ્વારા મળતી માહિતી તેમજ સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સેલના માધ્યમથી પ્રયત્નો ચાલુ હતા તે દરમ્યાન એવી ચોકકસ માહિતી મળી હતી કે ઉપરોકત ગેંગના બે માણસો જાેષીપરા વિસ્તારમાં ચાવી બનાવવા માટે આંટાફેરા મારે છે અને જાેષીપરા ગરનાળા વિસ્તારમાં છે તેવી માહિતીના આધારે પોલીસે ઉપરોકત સ્થળે તપાસ કરી અને બે શખ્સોને ઝડપી લઈ તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લાવવામાં આવેલ. પરબતસિંગ દિલપસિંગ ચીખલીગર સરદારજી (ઉ.વ.ર૮) તથા અમૃતસીંગ ઓમકારસીંગ ચીખલીગર સરદારજી (ઉ.વ.૩૭) નામનાં પકડાયેલા આ શખ્સોની ઉંડાણપુર્વકની તપાસ હાથ ધરવામાં આવતાં તેમની પાસેથી સોનાનાં દાગીના સહિતનો રૂા.૬,ર૦,૩૬૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ. આ બંને શખ્સો જુદા- જુદા શહેરોમાં થયેલી ચોરીનાં બનાવોમાં સંડોવાયેલા છે એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ ચોરીનાં બનાવોમાં સંડોવાયેલા છે. તેમની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ શખ્સોની મોડસ ઓપરેન્ડીમાં દિવસ દરમ્યાન વિવિધ શહેરોની શેરી,ગલી અને મહોલ્લામાં ફરી અને ચાવી બનાવવાની ટેકનીક અપનાવી અને એકલ-દોકલ દંપતી કે વૃધ્ધને નિશાન બનાવી અને જુના તાળાની ચાવી બનાવવા પ્રશ્ને ઘરમાં ઘુસી તેની નજર ચુકવી દાગીના કે રોકડની ચોરી કરી જતા હોવાનું બહાર આવેલ છે. આજરોજ આ શખ્સોને ઝડપી લેવામાં આવેલ છે. દરમ્યાન જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ અંગેની વિગતો આપવામાં આવી હતી. આજે કરેલી કામગીરીમાં પી.જી. જાડેજા નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ વિભાગ, જૂનાગઢ તથા ક્રાઈમ બ્રાંચના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ ડી.જી.બડવા, બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે.પરમાર, ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં એ.એસ.આઈ વિજયભાઈ બડવા, પો.હે. કોન્સ. શબીરખાન બેલીમ, વિક્રમભાઈ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કો. દિપકભાઈ બડવા, સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઈ સોલંકી, કરશનભાઈ કરમટા, ડાયાભાઈ કરમટા, દિનેશભાઈ કરંગીયા, દેવશીભાઈ નંદાણીયા, ભરતભાઈ સોનારા, ભરતભાઈ ઓડેદરા તથા ડ્રાઈવર પો.કો. જગદીશભાઈ ભાટુ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews