ખોરાસા નજીક ટ્રકે હડફેટે લેતા મહિલાનું મૃત્યું

0

માળિયાહાટીના તાલુકાનાં પાતરા ગામે રહેતા યાસીનખાન હયાદખાન લીસારી (ઉ.વ.ર૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ટ્રક નં.જીજે-૧૧-ઝેડ- ૯૯૯૮નાં ચાલક ડ્રાઈવર નાજાભાઈ રબારીએ પોતાના હવાલનો ટ્રક નં.જીજે-૧૧-ઝેડ-૯૯૯૮ વાળો બેફીકરાઈથી ચલાવી અને ફરીયાદીનાં ભાઈની મોટર સાયકલ નં.જીજે-૧૧-સીબી- ર૩૬૬ને ઓવરટેક કરી એકદમ કાવો મારી ભટકાડી પછાડી દેતા ફરીયાદીની મોટર સાયકલમાં ફરીયાદીનાં પત્ની નગમાબેન (ઉ.વ.રપ)ને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ થયું છે. ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચોરવાડ પોલીસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews