જૂનાગઢ-ભેંસાણ રૂટની તમામ એસટી બસ ચાલુ કરવા તંત્રને રજુઆત

0

લોકડાઉન ખુલી ગયા બાદ જૂનાગઢ-ભેંસાણ રૂટની અમુક એસટી બસ હજુ પણ શરૂ થઈ ન હોય મુસાફરો, અપડાઉન કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે મુસાફર જનતાએ એસટી તંત્રને રજુઆત કરી સત્વરે આ રૂટની તમામ એસટી બસ ચાલુ કરવા રજુઆત કરી માંગણી કરવામાં આવી છે. એસટી તંત્ર જૂનાગઢ-ભેંસાણ રૂટ માટે હજુ પણ લોકડાઉન મોડમાં જ હોય તેમ તમામ આ રૂટની એસટી બસ ચાલુ નહીં કરાતાં જૂનાગઢથી ભેસાણ બેંક, કોર્ટ, પીવીવીસીએલ, મામલદાત કચેરી, હોસ્પીટલના કર્મચારીઓ દરરોજ અપડાઉન કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે ૮.૪પ કલાકે જૂનાગઢ-ભેંસાણ શટલ બસ છે પરંતુ હવે સ્કુલ ખુલી જતાં વિદ્યાર્થીઓને લેવા માટે મેંદપરાથી અંતરિયાળ ગામડા કરીયા, પસવાડા, માલીડા બસ જતી હોય તેમજ ટિકીટના ભાવમાં પણ ફરક આવતો હોય અને સમય પણ અનુકુળ ન હોવાને કારણે અપડાઉન કરતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
આ અંગે જૂનાગઢ એસટી વહીવટી તંત્રને લેખિત રજુઆત કરી છે તેમજ જૂનાગઢ-ઉમરાળી બસ ચાલુ કરવા મુસાફરોમાંથી માંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews