મતદાન આપણી નૈતિક ફરજ

0

ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે ભારતીય બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાતા મુખ્ય ભૂમિકા ભજવે છે. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે તેથી દરેક મતદારે પોતાના અધિકારનો યોગ્ય ઉપયોગ કરવો જાેઈએ. મતદાનમાં મત આપવો એક વ્યક્તિગત કાર્ય છે. લોકશાહી માટે ચૂંટણીઓ અનિવાર્ય છે અને ચૂંટણી માટે મતદાન આવશ્યક છે. પુખ્ત વય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. ભારતને બંધારણની ભેટ આપનાર ભારત રત્ન ડો. ભીમરાવ રામજી આંબેડકર હતા. ભારતીય બંધારણમાં ડો. આંબેડકરે મહિલાઓને વિશેષ અધિકારો આપ્યા છે જેના પરિણામે આજે મહિલાઓ સંસદ ધારાસભા અને કોર્પોરેશનમાં પોતાનું સ્થાન શોભાવે છે. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ ઉપર આધારિત છે. સાવર્ત્રિક પુખ્ત વય મતાધિકાર પદ્ધતિ વ્યક્તિદીઠ એક મતના સિદ્ધાંત ઉપર આધારિત છે. ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકનો અધિકાર જ નહીં પવિત્ર ફરજ પણ છે તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જાેઈએ. ભારતનો પ્રત્યેક નાગરિક કે જે ૧૮ વર્ષની આયુ પ્રાપ્ત કરી ચૂક્યો છે તે કોઈ પણ ધર્મ જાતિ શિક્ષણ લિંગ ક્ષેત્ર ભાષા વ્યવસાય વગેરેના ભેદભાવ વગર મત આપવાનો અધિકાર ધરાવે છે. ભારતીય બંધારણે સંસદીય પ્રણાલી અપનાવી હોવાથી સરકારની રચના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મારફતે કરવામાં આવે છે. પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન ખૂબ જ જરૂરી છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જાેઈએ. મતદાતાએ લોભ લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જાેઈએ. ભારતમા સાવર્ત્રિક પુખ્ત વય મતાધિકારની પદ્ધતિ છે ૧૮ વર્ષ કે વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય તેઓ ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. જાગૃત મતદાર એટલે સુદ્રઢ લોકશાહી. લોકશાહીમાં લોકો પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. દુનિયાના નાના માટે ૨૦૦ દેશમાંથી માત્ર ૫૬ દેશોએ લોકશાહી શાસન પ્રણાલી અપનાવી છે જેમાં ભારત, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ જેવા મહત્વના દેશોનો સમાવેશ થાય છે. લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. લોકશાહીમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષે ચૂંટણીનું આયોજન થાય છે તેમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. આપણા દેશમાં બંધારણે લિંગ જાતિ ધર્મ શિક્ષણ જન્મસ્થાન મિલકત કે ઊંચનીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્ત વયના તમામ સ્ત્રી-પુરૂષોને અધિકાર આપ્યો છે. ચાલો આપણે આ ચૂંટણીમાં મતદાન કરી આપણી નૈતિક ફરજ નિભાવીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!