જાપાન સમુદ્રથી લઈને પૂર્વે લદ્દાખ સુધી દાદાગીરી કરી રહેલા ચીનની દરેક રણનીતિ નિષ્ફળ રહી છે. હવે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડને ડ્રેગનને પછાડવા કરમ કસી છે. અમેરિકાએ ચીનની ઉંઘ હરામ કરતા જાહેરાત કરી છે કે, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનની સાથે તે પણ ક્વાડની બેઠકમાં શામેલ થવા જઈ રહ્યું છે. ક્વાડને મીની નાટો તરીકે ઓળખવામાં આવે છે. આ જાહેરાત સાથે જ બાઈડને ચીનને આકરો સંદેશ આપી દીધો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વિદેશ મંત્રી એંટની બ્લિંકેન ઓસ્ટ્ર્રેલિયા, ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓ સાથે વચ્ર્યુઅલ બેઠક કરશે. તેમણે કહ્યું હતું કે, આ બેઠક દરમ્યાન કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તન ઉપર ચર્ચા હાથ ધરવામાં આવશે. મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, મુક્ત અને સ્વતંત્ર હિંદ-પ્રશાંત બનાવવાનું સંયુક્ત લક્ષ્યાંક તરફ આગળ વધવા અને અમારા કાર્યકાળમાં ઉભા થઈ રહેલા ગંભીર પડકારોનો સામનો કરવા માટે ક્વાડ વિદેશમંત્રીઓ સાથે ચર્ચા ખુબ જ મહત્વપૂર્ણ છે. ચીન ઉપર બરાબરનો ગાળિઓ કસવા માટે ક્વાડનો આઈડિયા જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજાે અબેએ વર્ષ ૨૦૦૭માં આપ્યો હતો. આ સંગઠન મારફતે તેઓ ચીન વિરૂદ્ધ શક્તિશાળી સહયોગી શોધી રહ્યાં હતાં. શરૂઆતમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ચીન સાથે દુશ્મનાવટ વ્હોરવાને લઈને આ દિશામાં કોઈ રસ દાખવ્યો નહોતો. પરંતુ સમયજતા બંને દેશો તેમાં શામેલ થયા હતાં. ક્વાડ દેશોએ તાજેતરમાં ગત નવેમ્બરમાં બંગાળની ખાડીમાં નૌકા યુદ્ધાભ્યાસ હાથ ધર્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews