Thursday, June 24

મુખ્યમંત્રીએ હોસ્પિટલમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સંબોધન કર્યુ, ભાજપને મત આપવા અપીલ

0

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને અમદાવાદ ખાતેની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. ત્યારે તેમણે હોસ્પિટલમાંથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મુખ્યમંત્રી જનતાને સંબોધન કર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા જનતાને સંબોધન કરતા જણાવ્યું કે કોરોના સંક્રમિત થવાને લીધે હું તમને પ્રત્યક્ષ મળવા માટે આવી શકયો નથી. મારી તબિયતને લઈ ચિંતા દર્શાવનાર માટે હું આભારી છું. જલ્દીથી આપની સેવા માટે ઉપસ્થિત થઈશ. તેમણે ૨૧ તારીખે મતદાન કરવા અને ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી એક ઉત્સવ છે. દરેક ચૂંટણીમાં લોકો ભાજપ સાથે ઉભા છે. ભાજપ માટે સત્તા સેવા માટે છે. પ્રજાના વિશ્વાસને પરપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. ગુજરાતના શહેરોના વિકાસ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ગુજરાતને અન્યાય થતો હતો. દિલ્હીમાં ગુજરાતના પનોતા પુત્ર બેઠા છે. અને ગુજરાતને તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ રહી છે. કોરોનામાં ભાજપની સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજય સરકાર પણ તમામ ક્ષેત્રમાં સર્વાંગીક વિકાસ કરી રહી છે. મારી સરકાર સંવેદનશીલતાથી કામગીરી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૧મી ફેબ્રુઆરીએ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જયારે ૨૩મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તેના માટે ભાજપ-કોંગ્રેસ સિવાય આપ અને એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાને છે. તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લોભામણા વાયદાઓ કરી રહ્યા છે. હવે જાેવાનું રહ્યું કે કોના પક્ષમાં મતદારો મત આપે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews