જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે રહેતા નારણભાઈ મોહનભાઈ ધોળકીયા (ઉ.વ.૪પ)એ સલીમશા ભુપતશા ફકીર, શબીરશા ભુપતશા ફકીર અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી સલીમશા તથા શબીરશા તથા તેની સાથેનો અજાણ્યો માણસ તેઓ ત્રણેય જણા ફરીયાદીની દુકાને આવી સીગરેટ તથા પાન માવો તથા સોડા દાદાગીરીથી ફરીયાદીને ડરાવી ધમકાવી જીવતા જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાનેથી કિ.રૂા.૧૭૦/-નો માલ લઈ જઈ તથા રોકડા રૂપિયાની માંગણી કરી ફરીયાદીને ભુંડી ગાળો કાઢી ખોટી ફરીયાદમાં ફસાવી દેવાની ધમકી આપી આરોપીઓએ પોતાની મેળે પોતાના હાથમાં છરી તથા બ્લેડ વડે ચરકા માર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews