મોતીલાલ ઓસ્વાલ એએમસીએ ભારતનું સૌ પ્રથમ ૧૦૦% મલ્ટી એસેટ પેસિવ ફંડ ઓફ ફંડ્‌ઝ લોન્ચ કર્યુ

0

મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)એ બે ન્યુફંડ ઓફર્સ (એનએફઓ) મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ – એગ્રેસિવ અને મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ- કંઝર્વેટીવની જાહેરાત કરી છે.
આજે ર૦ ફેબ્રુઆરીએ એનએફઓ ખુલ્યો છે અને પ માર્ચે બંધ થશે. એફઓએફ ડીજીટલ ભાગીદાર ગ્રોવ એપ પાસે પણ ઉપલબ્ધ છે. ‘પ્રથમ રોકાણકાર’ વિચારધારા સાથે મોતીલાલ ઓસ્વાલ એએમસી દ્વારા દેશના સૌપ્રથમ ૧૦૦% પેસિવ મલ્ટી એસેટ એફઓએફ ઈક્વિટી, આંતરરાષ્ટ્રીય ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને કોમોડિટીમાં ફાળવણી પૂરી પાડીને રોકાણકારોને ઓછા ખર્ચવાળી વૈવિધ્યકૃત્ત એસેટ્‌સમાં રોકાણ કરવાની જાેખમ પચાવવાની શક્તિ થવા રોકાણ લક્ષ્યાંક અનુસાર તક પૂરી પાડે છે. જે રોકાણકારો મધ્યમ પોર્ટફોલિયોની શોધમાં હોય તેઓ ૫૦ઃ૫૦ એમ બન્ને ફંડમાં રોકાણ કરી શકે છે. બન્ને ફંડ્‌ઝ ઐતિહાસિક રીતે નીચા સહસંબંધ ધરાવતા એસેટ વર્ગમાં રોકાણના લાભ ઉપર કામ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!