માણાવદર પાલિકાના પુર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાની યાદીમાં જણાવેલ છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી અર્થતંત્ર છિન્ન-ભિન્ન થઈ ગયું છે. લોકોમાં આખું વર્ષ બેરોજગારી જેવી સ્થિતી ઉદ્ભવી છે. એક તો કોરોનાનો ભય, માસ્કનો દંડ, કોરોના સંક્રમણ થયું તો આર્થિક, શારીરિક નુકશાનીથી લોકો પિડાઈ રહયા છે. ત્યારે આવા કપરા સમયમાં પ્રજાજનોને રાહત આપવાને બદલે માણાવદર પાલિકા દ્વારા વેરા વધારાનો ડામ દઈને પ્રજાજનોને મુશ્કેલીમાં મુકી દીધા છે. માણાવદરની ભાજપ શાસિત પાલિકાએ જંગી વેરા વધારાનું જાહેરનામું બહાર પાડેલ છે તેનો પુર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાએ સખ્ત શબ્દોમાં લેખિત વિરોધ કરેલ છે. પાલિકા દ્વારા સફાઈ કર રૂા.ર૦ છે તે વધારીને રૂા.પ૦, ભુગર્ભ ગટર પ્રજાએ માંગી જ નથી છતાં ઠોકી બેસાડી ધરાર રૂા.૬૦૦ વેરો કરવા જાહેરનામામાં જણાવેલ છે. ત્યારે બમણાથી વધુ કરવેરા પ્રજા માટે અન્યાયકર્તા છે. ત્યારે માણાવદરની પ્રજામાં આ વેરા વધારાને લઈને રોષ વ્યાપેલ છે ત્યારે પાલિકા દ્વારા વેરા વધારાનો નિર્ણય પરત લેવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews