સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનાં લુવારા ગામે અશોકભાઈ જૈતાભાઈ બોરીયા વોન્ટેડ હતા. તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઈમબ્રાંચ તથા એસઓજીની ટીમ લુવારા ગામે તા.ર૬-૧-ર૦ર૧નાં રોજ રેડ કરવા ગયેલ હતા. તે દરમ્યાન અમરેલી જીલ્લાનાં એસઓજી ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઈ પરમાર બ.નં.૭૧૯નાએ અશોકભાઈ જૈતાભાઈ બોરીચાનાં બહેન હેમુબેન દિનેશભાઈ વાસ્તુભાઈ ખાચરનાં સાથે અશોભનિય વર્તન કરેલ, જે શિસ્તબધ્ધ પોલીસ ખાતાનાં સભ્ય હોવા છતાં હેમુબેન સામે ગેરશિસ્ત આચરી, અશોભનિય વર્તન કરી ફરજમાં નિષ્કાળજી અને ગેરશિસ્ત દાખવેલાનું જણાઈ આવેલ હોય તેઓએ ગુજરાત રાજય સેવા વર્તુણંક નિયમોનો ભંગ કરવાની કસુર કરેલ હોય જે કસુર સબબ પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઈ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ ભાવનગર રેન્જનાં વડા અશોકકુમાર દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઈ પરમારને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews