જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૬ અને ૧પની આવતીકાલે પેટાચૂંટણી

0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને ૧પની પેટા ચૂંટણીના પડઘમ ગઈકાલે શાંત થયા છે અને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહેલ
છે. આવતીકાલે તા.ર૧ ફેબ્રુઆરી ર૦ર૧નાં રવિવારનાં સવારનાં ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જયારે ર૩ ફેબ્રુઆરીએ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વોર્ડ નં.૧પની ૧ બેઠકમાં ભાજપના ૧, કોંગ્રેસના ૧, અપક્ષ ૧ અને એનસીપીના ૧ મળી કુલ ૪ ઉમેદવારો મેદાનમાં છે. જયારે વોર્ડ નંબર ૬ થી ૧ બેઠકમાં ભાજપના ૧, કોંગ્રેસના ૧, આમ આદમી પાર્ટીના ૧, એનસીપીના ૧ અને અપક્ષના ૧ મળી કુલ પાંચ ઉમેદવારો મેદાનમાં છે. હાલ તો તમામ ઉમેદવારો પોત પોતાની જીતના દાવા કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!