ઉના-કોડીનાર હાઈવે ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં વેરાવળના યુવાનનું મોત, બીજા યુવાનને ગંભીર ઇજા

0

ઉના-કોડીનાર હાઇવે ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં વેરાવળના વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલનું મોત નિપજયું હતું. કારમાં બેઠેલા બીજા યુવાનને ગંભીર ઇજા થતા રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે. ઉના-કોડીનારને નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૬ કી.મી. દુર સીલોજ-નાથળ ગામ જતા રોડ ઉપર ઉનાથી મોટરકારમાં વેરાવળ જતા વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલ (ઉ.વ.ર૪) રે.વેરાવળ અને પ્રતિષભાઇ મહેન્દ્રભાઇ ગોહીલ (ઉ.વ.ર૦) રે.વેરાવળવાળાને સામેથી આવતા ડમ્પર નંબર જી.જે.-૩ર-પી-૭૮ર૭ના ચાલકે પુરઝડપે બેદરકારીથી ડમ્પર ચલાવી મોટર કાર સાથે ભટકાવતા મોટર કારનો બુકડો બોલી ગયો હતો. મોટરકારમાં રહેલ બે યુવાનને મહામહેનતે લોકોએ બહાર કાઢી ઉના દવાખાને ખસેડેલ હતો. જેમાં વનરાજભાઇ અશ્વીનભાઇ ગોહીલનું ઘટના સ્થળે મોત થઇ ગયાનું ડોકટરે જણાવેલ હતું અને પ્રતિષભાઇ મહેન્દ્રભાઇ ગોહીલને પગ, માથા, શરીરના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ ઉના ખાનગી દવાખાને અને ત્યાંથી વધુ સારવર માટે રાજકોટ ખસેડલ છે. અકસ્માતની જાણ વેરાવળ ખાતે ગોહીલ પરીવારને થતા ઉના દોડી ગયા હતા. વનરાજભાઇનું પીએમ કરાવી વેરાવળ લઇ ગયા હતા. ઉના પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews