ગુજરાત રાજયનાં ખેડા, સુરત, ભરૂચ અને અમદાવાદમાં સૌથી વધુ વાયુ પ્રદુષણ, આરોગ્ય માટે હાનીકારક

0

કોરોના સંક્રમણે ભલે આર્થિક મંદી ઉભી કરી હોય પરંતુ લોકડાઉન સમયે રસ્તાઓ ઉપરથી વાહનો અદ્રશ્ય થઈ જતાં હવામાં પ્રદૂષણ ઘટ્યું હતું અને હવામાન આરોગ્યપ્રદ બન્યું હતું. હવામાં પોલ્યુશનનું પ્રમાણ જાણવા માટે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા એર કવોલિટી ઈન્ડેક્ષ તૈયાર કરવામાં આવે છે. આ ઈન્ડેક્ષનો આંકડો જેટલો ઉંચો હોય તેટલું વાયુ પ્રદુષણ વધુ હોય છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ એર કવોલિટી ઈન્ડેક્ષ અનુસાર રાજ્યમાં માત્ર બે જ જિલ્લા એવા છે કે, જયાં ઈન્ડેક્ષ બિલકુલ સંતોષજનક છે. ગુજરાત રાજ્યમાં સૌથી શુદ્ધ હવા બનાસકાંઠા જિલ્લાના વતનીઓનાં ફેફસાંને મળી રહી છે કારણ કે આ જિલ્લામાં એર કવોલિટી ઈન્ડેક્ષ માત્ર ૨૯ છે અને બીજા ક્રમે રહેલા આણંદ જિલ્લામાં આ ઈન્ડેક્ષ ૨૯ છે. જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હવામાં રહેલું પ્રદૂષણ આરોગ્ય માટે સ્વીકાર્ય હોવાનું આ ઈન્ડેક્ષમાં સ્વીકારાયું છે. પાટણ જિલ્લામાં એર કવોલિટી ઈન્ડેક્ષ ૫૩, મહેસાણા જિલ્લામાં ૭૨, અરવલ્લી જિલ્લામાં ૯૨ અને સાબરકાંઠા જિલ્લામાં ૫૬ છે. અરવલ્લી જિલ્લામાં ૯૨નો ઈન્ડેક્ષ ધીમે પગલે ૧૦૧ના આંક તરફ વધી રહ્યો છે. ૧૦૧થી ૧૫૦ વચ્ચેનો એર ઈન્ડેક્ષ હોય તો વાયુનું પ્રદૂષણ નુકસાન કરનાર છે અને તે વિસ્તારમાં રહેતા રહીશો ફેફસામાં બિન આરોગ્યપ્રદ હવા ભરી રહ્યા છે. એર પોલ્યુશન અનેક બિમારીઓને નિમંત્રણ આપે છે. અમદાવાદમાં ૧૧૨, ખેડા ૧૩૮, સુરત ૧૮૯, ભરૂચ ૧૮૨, આણંદ ૩૪, બનાસકાંઠા ૨૯, પાટણ ૫૩, મહેસાણા ૭૨, અરવલ્લી ૯૨ અને સાબરકાંઠા ૫૬ ઈન્ડેક્ષ એર પોલ્યુશનનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!