હવે રાજકીય પક્ષોનાં કાર્યકરો નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચાર માટે ગામડા ખૂંદશે

0

ગુજરાત રાજયના ૬ મહાનગરોમાં ગઇકાલે મતદાન પૂર્ણ થઇ ગયું છે. મતગણતરી માટે આવતીકાલનો દિવસ નકકી થયો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અન્ય પક્ષો અને અપક્ષો તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં પણ મેદાને છે. ૬ મહાનગરોમાંથી પરવારેલા કાર્યકરો હવે પંચાયતો અને પાલિકાઓ માટે પ્રચારમાં ઉતરી પડશે. આગામી રવિવારે રાજયમાં ૮૧ સુધરાઇઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ર૩૧ તાલુકા પંચાયતોમાં મતદાન છે. ત્યાં શુક્રવાર સુધી જાહેર પ્રચાર થનાર છે. મહાનગરો તથા ગામડાઓમાં પ્રચારના અમુક મુદ્દા સરખા અને અમુક જુદા છે. ગામડાઓમાં ખેડૂત વર્ગ નિર્ણાયક ગણાય છે. વધુ મતદાન કરાવવા પક્ષો નવી વ્યુહરચના ઘડી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!