ગુજરાતમાં ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વધુ મતદાન અને ભાજપના ભવ્ય વિજય માટે ભાજપ પ્રમુખ પાટીલે ગોઠવેલી પેજ પ્રમુખની ફોમ્ર્યુલા ફેલ થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. ૬ મહાનગર પાલિકામાં ઓછા મતદાને ભાજપના નેતાઓને દોડતા કરી દીધા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ પ્રમુખો અને મતદારોને લખેલા પત્રની પણ અસર જાેવા મળી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેજ પ્રમુખોને પત્ર લખ્યો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે ચૂંટણી માટેની વ્યૂહ રચના ગોઠવી હતી. જેમાં પેજ પ્રમુખો અને પેજ સમિતિઓ બનાવી હતી, જેના કારણે ભાજપની પ્રદેશ નેતાગીરીએ ગ્રાસ રૂટના પેજ પ્રમુખોના સહારે મતદાન માટેની સ્ટ્રેટેજી ગોઠવી હતી. પરંતુ વહેલી સવારથી જ ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કંગાળ મતદાન શરૂ થતાં ભાજપના સ્થાનિક નેતાઓને દોડતા કર્યા હતા. પણ પેજ પ્રમુખો અને પેજ સમિતિના સભ્યો એકદમ નિષ્ક્રિય બની જતા ભાજપમાં ભય ફેલાઈ ગયો હતો. તે જાેતા ભાજપના પ્રમુખ પાટીલની પેજ પ્રમુખની ફોમ્ર્યુલા નિષ્ફળ જઈ રહી હોવાનું બહાર આવી રહ્યું છે. ગુજરાત ભાજપ સંગઠનમાં સૌપ્રથમ વખત પેજ-પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ-પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદારયાદી જે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવે એ મતદાર યાદીના એક-એક પેજના પ્રમુખની નિમણંૂક કરવામાં આવી હતી. આ એક પેજમાં ૩૦ મતદારનાં નામ હોયછે, એટલે કે એક પેજ-પ્રમુખ એ માત્ર એ જ પેજના ૩૦ મતદાર સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી જાળવી રાખવાનો અને મતદાનના દિવસે આ ૩૦ મતદારને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ-પ્રમુખને સોંપવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews