અમરાપુર ગામે ર૦૦૮માં થયેલા હુમલા કેસમાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી અને તેમના પુત્રોને એક-એક વર્ષની સજા

0

જૂનાગઢનાં ધારાસભ્ય તથા તેના ત્રણ પુત્રોને ર૦૦૮માં અમરાપુર ગામે બનેલા હુમલાના કેસમાં એક-એક વર્ષની સાદી કેદની હુકમ અદાલતે ફરમાવ્યો છે. આ કેસમાં ઉપલી અદાલતમાં જવા માટે ધારાસભ્ય ભીખાભાઈ જાેષી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ તેઓને જામીન ઉપર મુકત થયા હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મેંદરડા તાલુકાના અમરાપુર (કાઠી)માં ર૦૦૮માં વર્ષમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પૈસાની લેતી દેતી મામલે હાલના જૂનાગઢના ધારાસભ્ય તથા તેના પુત્રોએ તલવાર- પાઈપ પટ્ટાથી હુમલો કરી ધમકી આપ્યાની ફરીયાદ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા મેંદરડા કોર્ટે જૂનાગઢનાં વર્તમાન ધારાસભ્ય તથા તેના ત્રણ પુત્રોને એક-એક વર્ષની સાદી કેદ તથા પાંચ-પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે અને આ દંડની રકમ ન ભરે તો વધુ બે-બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની વધુ વિગત મુજબ મેંદરડા તાલુકાના અમરાપુર કાઠીમાં રહેતા મુગર મામદભાઈ જુણેજાનાં પત્નીએ ર૦૦૮માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભર્યુ હતું. જયાં જૂનાગઢના વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ જાેષીના પુત્રવધુએ પણ ફોર્મ ભર્યુ હતું. જેમાં મુગર મહમદના પત્નીની હાર થઈ હતી. ગત તા.૪-૧૧-ર૦૦૮ના ભીખાભાઈ જાેષીએ મુગર મહમદને તેમને ચૂંટણીમાં ૧પ હજાર ખર્ચ થયો છે તે તારે આપવા પડશે. આથી મુગર મહમદે કોઈ ખર્ચ માટે આપવાનો થતો નથી તેમ કહયું હતું. બાદમાં ભીખાભાઈ જાેષીએ તલવાર લઈ આવી મુગલ મહમદના જમણા હાથમાં મારી હતી. જયારે ભરત ભીખાભાઈ જાેષીએ છરીથી તથા મનોજ ભીખાભાઈ જાેષી અને જેન્તી ભીખાભાઈ જાેષીએ પાઈપ તથા પટ્ટાથી મુગર મહમદ તથા તેના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. આ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩ર૩, ૩ર૪, ૩૯પ, પ૦૪, પ૦૬(ર), ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા બી.પી.એકટ ૧૩પ મુજબ ફરીયાદ થઈ હતી. પોલીસ તપાસ દરમ્યાન આઈપીસી ૩૯પ, ૧૪૩, ૧૪૭, ૧૪૮નો ગુનો બનતો ન હોવાથી તે ઘટાડો કરવા તથા કલમ ૪પર, ૧૧૪ તથા બી.પી.એકટ ૧૩પનો ઉમેરો કરવા રિપોર્ટ આપ્યો હતો અને પોલીસ તપાસના અંતે આઈપીસી ૪પર, ૩ર૪, ૩ર૩, પ૦૪, પ૦૬(ર), ૧૧૪ અને બી.પી.એકટ કલમ ૧૩પ મુજબ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું. આ કેસ ચાલી જતાં મેંદરડા કોર્ટે ૧૭ દસ્તાવેજી તથા ૧૭ મૌખિક પુરાવાઓ તેમજ બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાને લઈ જૂનાગઢના વર્તમાન ધારાસભ્ય ભીખાભાઈ ગલાભાઈ જાેષીને સી.આર.પી.સી. ર૪૮ (ર) અને આઈપીસી ૪પરના ગુન્હામાં એક વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ તથા આઈપીસી ૩ર૪ના ગુનામાં એક-એક વર્ષની સાદી કેદ જયારે તેમના પુત્ર ભરત ભીખાભાઈ જાેષી, મનોજ ભીખાભાઈ જાેષી અને જેન્તી ભીખાભાઈ જાેષીને આઈપીસી ૪પર અને સીઆરપીસી કલમ ર૪૮(ર)ના ગુનામાં એક-એક વર્ષની સાદી કેદ તથા આઈપીસી ૩ર૩નાં ગુનામાં છ-છ માસની સાદી કેદની સજા ઉપરાંત પાંચ-પાંચ હજાર દંડ ફટકાર્યો છે. તેમજ દંડની રકમમાંથી ફરીયાદીને દસ હજાર તથા ઈજા પામનાર સાહેદ સોનબાઈબેન મહમદભાઈ જુણેજાને પાંચ હજાર વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે. દંડ ન ભરે તો વધુ બે -બે માસની સાદી કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે. તેમજ વળતર રકમની ચુકવણી અપીલ દાખલ થાય તો અપીલ કોર્ટના નિર્ણય પછી તેના ચુકાદાને આધીન કરવી. તેમજ આ સજાઓ એક સાથે ભોગવવા હુકમ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!