સોમનાથ મહાદેવનો પ્રસાદ શિવભકતોને ટપાલથી ઘરે બેઠા મળશે

0

સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગનાં સંયુકત ઉપક્રમે ભકતો ઘરે બેઠા સોમનાથ મહાદેવનો પ્રસાદ મેળવી શકે તેવા શુભ આશય સાથે ઇ-શુભારંભ ટ્રસ્ટનાં સેક્રેટરી પી. કે. લહેરીનાં હસ્તે રાખવામાં આવેલ હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં પોસ્ટ માસ્તર જનરલ રાકેશકુમાર, સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી પ્રો. જે. ડી. પરમાર ઉપસ્થિત રહેલ હતા. સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરે બેઠા મેળવવા માટે શ્રદ્ધાળુઓએ નજીકની પોસ્ટ ઓફીસે રૂા. રપ૧ ભરી ર૦૦ ગ્રામ મગજનાં લાડુ ર૦૦ ગ્રામ તલ મગફળીની ચિક્કીનો પ્રસાદ મનીઓર્ડરનાં માધ્યમથી નોંધાવી અને મંગાવી શકશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews