આજે કસ્તુરબાનો નિર્વાણ દિવસ

0

મહાત્મા ગાંધીના જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર એટલે પૂજ્ય બા. કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં થયેલો હતો. સાત વર્ષની વયે મોહનદાસ સાથે સગાઇ થઇ હતી. અને તેર વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં. ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃત્તિમાં સક્રીય ફાળો આપી એમણે જાત ઘસી નાંખેલી. જેલવાસ દરમ્યાન પણ એટલાં જ પ્રસન્ન અને કાર્યરત રહેતાં. ગાંધીજી સાથે રહેવું કેવું કપરૂ હતું તે કસ્તુરબા સિવાય બીજું કોણ જાણી શકે. સાવ નિરક્ષરતામાંથી સાક્ષર બનવા માટે ૬૦ વર્ષે પણ અંગ્રેજી વાંચતા-લખતા શીખવવાનો આરંભ કરતાં તેને નાનપ કે શરમ ન લાગતી. દરરોજ ૪૦૦ થી ૫૦૦ તાર સૂતર કાંતવું, બાપુના પગના તળિયે માલિશ કરવી, પ્રાર્થના સભામાં હાજરી આપવી, ઇત્યાદિ ક્રિયાઓ તેમના જીવનનો એક ભાગ જ બની ગયેલ. રાષ્ટ્રપિતા ગાંધીજીના ધર્મપત્ની સાચે જ હિંદના મહારાણી હતા. જાે સમર્પણ, ત્યાગ, નિરાંડબર અને સહનશીલતા એ સંતોનું દેવદ્વાર હોય તો તેઓ પતિ ગાંધીજી કરતાં સો ગણા સરળ અને વંદનીય વિભૂતિ હતા. તા. ૨૨-૨-૧૯૪૪ ના રોજ બાએ ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો હતો. બાપુએ કહેલું “મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરૂ” બાપુના પરમ મિત્ર દિનબંધુ એન્ડ્રૂઝે બાની મહત્તા દર્શાવતા કહ્યું હતું

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!