જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ શ્યામ કોમ્પલેક્ષમાં બંધ દુકાનના તાળા તોડી તસ્કરોનો હાથફેરો

0

જૂનાગઢનાં જલારામ સોસાયટી ખાતે રહેતા હરેશભાઈ ઈશ્વરલાલભાઈ ચંદારાણા (ઉ.વ.પ૦)ની માંગનાથ રોડ શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતે આવેલી બંધ દુકાનના તાળા તોડી દુકાનમાંથી હેરબેલ, હેરકલીપ, હેરરબર, હેરપીન, શીંગાર, અરીસા, કીચન વગેરે હેર એસેસરીજના પેક બોકસ ચીજ વસ્તુ જેની કિંમત રૂપિયા આશરે ૩પ,૦૦૦/-ની તેમજ સાહેદોની દુકાનોના તાળા તોડી દુકાનમાંથી પ્લાસ્ટીકનો ખાલી બોરો એક તથા રોકડ રૂા.આશરે ૪૯૦/-ની કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી લઈ જતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews