જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓની સફાઈનો દિવસમાં બે વખત સફાઈ કરવાનો રૂા. ૧.૩૦ કરોડનો વાર્ષિક કોન્ટ્રાકટ જેને અપાયો છે તે ડી.જી. નાકરાણી એજન્સીને સફાઈ કામમાં બેદરકારી બદલ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂા. ૩પ લાખની પેનલ્ટી લગાવીને કાપી લેવાતાં હાલમાં આ એજન્સીએ જૂનાગઢ શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી દેતાં ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ આ એજન્સીને ત્રણ વર્ષ માટે રસ્તાઓની સફાઈનો વાર્ષિક કોન્ટ્રાકટ આપેલ છે જેને એક વર્ષ પૂર્ણ થતાં એજન્સીએ રૂા. ૧.૪પ કરોડનું બીલ મુકયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાએ એક વર્ષની તે એજન્સીની કામગીરી દરમ્યાન ક્ષતિ હોવાનું દર્શાવી તેના બિલમાંથી રૂા. ૩પ.૭૪ લાખ પેનલ્ટી તરીકે કાપી લેતાં હાલ એજન્સીએ જૂનાગઢ શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી દેતાં ઠેર-ઠેર કચરાનું સામ્રાજય સર્જાયું હોવાનું જાેવા મળે છે. જૂનાગઢ મનપાએ પેનલ્ટીના કારણોમાં અનિયમિત સફાઈ, કર્મચારીઓ ડ્રેસ કોડમાં ન રહેતા હોવાનું, રાત્રી-દિવસની સફાઈ યોગ્ય થતી ન હોવાનું, વાહનો, સ્ટાફ ઓછા હોવાનું, તગારા-પાવડા સહિતના સાધનો ન હોવાનું સામે આવતાં મહાનગરપાલિકાએ આ ખાનગી એજન્સીને રૂા. ૩પ લાખની પેનલ્ટી ફટકારી છે. દરમ્યાન આ એજન્સીના કેટલાક કર્મચારીઓને પગાર ચુકવાયા ન હોય તે કર્મચારીઓ હડતાળ ઉપર હોય જૂનાગઢ શહેરના મોટાભાગના રસ્તાઓની સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. જૂનાગઢ મનપાએ તેના કર્મચારીઓને કામે લગાવી સફાઈ કામગીરી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews