સુત્રાપાડા તાલુકાનાં વિસ્તારમાં શિયાળુ સિઝનમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, બાજરી તેમજ ધાણા વિગેરે જણસીઓનું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી માર્કેટીંગ યાર્ડમાં રોજ-બરોજ બહોળા પ્રમાણમાં આવકો શરૂ થયેલ છે અને માર્કેટ યાર્ડમાં મગફળીનાં ભાવ રૂા.૮૮૦ થી ૧૧રપ, ઘઉંનાં ભાવ રૂા.ર૯૦ થી ૩પ૯, સોયાબીનનાં ભાવ રૂા.૮૬પ થી ૯૦૦, ચણાનાં ભાવ રૂા.૭૩પ થી ૮૬પ તેમજ ધાણાનાં ભાવ રૂા.૧૦૦૦ થી ૧૧૦૦ જેવા ખેડૂતોને વ્યાજબી અને પોષણક્ષમ ભાવો મળી રહે છે. આ વિસ્તારમાં નવા માર્કેટીંગ યાર્ડની સુવિધા ઉભી થતા ખેડૂતોની ખેત ઉત્પન્ન જણસી વેંચવામાં ખૂબ જ રાહત મળેલ છે. જેથી વધારેમાં વધારે ખેડૂતો પોતાની જણસીઓ માર્કેટીંગ યાર્ડમાં લાવી અને સારા પોષણક્ષમ ભાવો મેળવે તેવું સુત્રાપાડા એ.પી.એમ.સી.નાં ચેરમેન દિલીપભાઈ જસાભાઈ બારડની યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews