જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર લલીત પરસાણા અને વોર્ડ નં.૧પમાં ભાજપના ઉમેદવાર નાગજીભાઈ કટારા વિજેતા

0

જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકની ગત રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરદારબાગ ખાતે આવેલી સંયુકત ખેતી નિયામક કચેરી ખાતે મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને મતગણતરી કાર્ય સંપન્ન થતાં જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૬ માં કોંગ્રેસનાં ઉમેદવાર લલીતભાઈ પરસાણાનો વિજય થયો હતો. જયારે વોર્ડ નં.૧પમાં ભાજપનાં ઉમેદવાર નાગજીભાઈ કટારાનો વિજય થયો હતો. વિજેતા થયેલા ઉમેદવારોને તેમના ટેકેદારો ચાહકોએ ફુલહારથી વધાવી લઈ અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની એક-એક બેઠક માટે ગત રવિવારે ચૂંટણી યોજાઈ હતી. વોર્ડ નં.૬ માં કુલ ૧પ૧૮૧ મતદારો પૈકી ૭૭૪૦ મતદારોએ અને વોર્ડ નં.૧પમાં કુલ ૧૭૦૬૮ મતદારો પૈકી ૮૯૮૦ મતદારોએ મતદાન કર્યુ હતું અને ૪૦ બુથ ઉપર મતદાન થયા બાદ તમામ ઈવીએમને સીલ કરીને સરદારબાગ ખાતે આવેલ સંયુકત ખેતી નિયામકની કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતાં. દરમ્યાન આજે સવારે ૯ કલાકે વોર્ડ નં.૬ માટે ૪ રાઉન્ડમાં અને વોર્ડ નં.૧પમાં પાંચ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પાંચ ટેબલ ઉપર ૧પનો સ્ટાફ ફરજ ઉપર તૈનાત રહયો હતો. વોર્ડ નં.૬ ની મતગણતરી પુર્ણ થતા વોર્ડ નં.૬નાં કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ પરસાણાને ર૬૮૭ મત મળ્યા હતાં. ભાજપનાં ઉમેદવાર અરવીંદભાઈ રામાણીને ર૬રપ મત મળ્યા હતાં આમ ૬૧ મતે કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. જયારે વોર્ડ નં.૧પમાં ભાજપનાં ઉમેદવાર નાગજીભાઈ કટારા ૧૬૦૮ મતે વિજેતા બન્યા હતાં. ગત રવિવારે યોજાયેલી જૂનાગઢ મનપાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની પેટા ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસ અને એક બેઠક ભાજપનાં ફાળે ગઈ હતી.

જૂનાગઢ મહાનગરપાલિકામાં આજની સ્થિતિએ ભાજપ પાસે પ૪ બેઠક, એનસીપી ૩ અને કોંગ્રેસ પાસે બે બેઠક

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની આજે પેટાચૂંટણી યોજાતા એક બેઠક કોંગ્રેસને અને એક બેઠક ભાજપને ફાળે ગઈ છે. દરમ્યાન મનપાની વર્તમાન સ્થિતી જાેતા જે તે વખતે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ૬૦ બેઠકમાંથી ૧ બેઠક બિનહરીફ થઈ હતી. અને પ૯ બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ૪ બેઠક ભાજપને, ૪ બેઠક એનસીપીને અને ૧ બેઠક કોંગ્રેસને મળી હતી. આ દરમ્યાન વોર્ડ નં.૧પનાં ભાજપનાં કોર્પોરેટર ડાયાભાઈ કટારા તેમજ વોર્ડ નં.૬ નાં ભાજપનાં કોર્પોરેટર આશાનંદભાઈ નંદવાણીનું નિધન થયું હતું અને આ બેઠકોની પેટાચૂંટણી રવિવારે યોજાઈ હતી. અને આજે પરિણામ જાહેર થતાં એક બેઠક કોંગ્રેસને એક બેઠક ભાજપને મળી હતી. જે જાેતા મનપામાં ભાજપ પાસે પ૪ બેઠક, કોંગ્રેસ પાસે બે બેઠક થઈ છે. જયારે એનસીપીનાં એક કોર્પોરેટરનું નિધન થયું છે. ત્યારે ખાલી પડેલી આ બેઠક ઉપર આગામી દિવસોમાં પેટાચૂંટણી યોજાનાર છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!