Tuesday, September 27

આરટીઆઈ કાયદામાં ફેરફારને પડકારતી અરજીનો કેન્દ્ર સરકારે જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ

0

સુપ્રિમ કોર્ટે રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ ૨૦૦૫માં ફેરફારને પડકારતી અરજીના અનુસંધાને કોઈ જવાબ ન આપતાં સુપ્રિમ કોર્ટ નારાજ થઈ છે. ૨૦૧૯માં કેન્દ્ર સરકારે એક નિયમ બનાવ્યો હતો જેને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે તેને જવાબ આપવા માટે નોટિસ ફટકારાઈ હતી પણ તેનો કોઈ પ્રત્યુત્તર એક વર્ષ સુધી ન આવતાં સુપ્રિમ રોષે ભરાઈ છે. ‘એ વાતને એક વર્ષ વીતી ગયું છે. તમે હજુ સુધી તેનો જવાબ ફાઈલ કર્યો નથી ?’ તેમ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું હતું. કોંગ્રેસના નેતા જયરામ રમેશ આ સુનાવણીમાં આવ્યા હતા અને કેન્દ્ર સરકારના વકીલે વધુ બે સપ્તાહનો સમય માંગ્યો હતો. બેન્ચમાં અન્ય જજમાં જસ્ટિસ એમ.આર.શાહ પણ છે. તેમણે સરકારને યાદ કરાવીને કહ્યું હતું કે, આ નોટિસ છેક જાન્યુઆરી ૨૦૨૦માં ઈશ્યુ કરવામાં આવી હતી. જસ્ટિસ શાહે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સરકાર શા માટે કોઈ રિપ્લાય કરતી નથી. આ મહત્ત્વની મેટર છે એમ તેમણે કહ્યું હતું. આ ઘટનાક્રમ પછી તરત જયરામ રમેશે ટ્‌વીટર ઉપર લખ્યું હતું, મોદી સરકાર આરટીઆઈ કાયદાની પવિત્રતાને ૨૦૧૯ના સુધારા સાથે નજરઅંદાજ કરી રહી છે. મેં જ્યારે સરકારને આ અંગે પડકાર ફેંક્યો ત્યારે તેનો જવાબ આપવામાં સરકાર નિષ્ફળ રહી હતી. એક વર્ષ સુધી તેણે કોઈ જવાબ આપ્યો નહોતો. મને આશા છે કે, સરકાર આ મેટરને ગંભીરતાથી લેશે. સુપ્રિમ કોર્ટે આ અંગે કેન્દ્રને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!