દેશનાં૧૬ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનાં નવા કેસોમાં ચિંતાજનક વધારો

0

દેશમાં ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મહારાષ્ટ્ર અને કેરળ સિવાય અન્ય રાજ્યોમાં પણ નવા કેસો વધી રહ્યાં છે. લગભગ ૧૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગયા અઠવાડિયે કોરોનાના નવા કેસોમાં વધારો નોંધાયો છે. જેના કારણે રાજ્ય સરકારો સતર્ક બની છે.લગભગ ગયા અઠવાડિયાથી કોરોનાના કેસોની સંખ્યામાં વધારોમાં જાેવા મળ્યો, તે પ્રમાણે લગભગ ૭થી ૮ રાજ્યોમાં પરિસ્થિતિ ગંભીર થતી જાેવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે કોરોનાના કેસોમાં ૮૧ ટકાનો વધારો જાેવા મળ્યો, જ્યારે મધ્યપ્રદેશમાં ૪૩ ટકા, પંજાબમાં ૩૧ ટકા, જમ્મુ-કાશ્મીરમાં ૨૨ ટકા, છત્તીસગઢમાં ૧૩ ટકા અને હરિયાણામાં ૧૧ ટકા, ચંડીગઢમાં ૪૩ ટકાનો વધારો જાેવા મળ્યો. જ્યારે કર્ણાટકમાં ૪.૬ ટકા અને ગુજરાતમાં ૪ ટકાનો વધારો નોંધાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!