કોંગ્રેસની જ્યાં પણ ક્ષતીઓ રહી ગઈ છે ત્યાં સુધારો કરી પ્રજા માટે લડતા રહીશું : પ્રદેશ પ્રમુખ ચાવડા

0

ગુજરાત રાજયની ૬ મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થતા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ચૂંટણીમાં જનાદેશનો સ્વીકાર કરી ધાર્યા કરતા વિપરીત પરિણામો આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે હંમેશની જેમ હારનો સ્વીકાર કરી ક્હયું હતું કે અમે ભલે હાર્યા પણ એમાંથી શીખ લઈને આવનારા સમયમાં ફરી વિજય માટે કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે રાજ્યની છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જનતાના જનાદેશનો અમે આદર સાથે સ્વીકાર કરીએ છીએ, અમારા કાર્યકરોની ખૂબ મહેનત અને લોકો વચ્ચે જઈને દિવસ રાતનો પરિશ્રમ અને પ્રચાર થયો, લોકોએ સારો આવકાર પણ આપ્યો, પરંતુ ધાર્યા કરતાં વિપરિત પરિણામો આવ્યાં છે. શહેરી વિસ્તારોમાં ફરી અમારૂ સંગઠન મજબૂત કરીશું. એના માટે અમે ચિંતન કરીશું. જ્યાં પણ અમારી કમીઓ રહી ગઈ છે એમાં સુધારો કરીશું. અને શહેરી વિસ્તારોના મતદારોનો ફરી આત્મવિશ્વાસ અમારા પ્રત્યે જાગે ફરી એમની સાથે રહીને એમના પ્રશ્નોની લડાઈ અમે લડતા રહીશું. કોંગ્રેસનો કાર્યકર તૈયાર છે. કોંગ્રેસનો કાર્યકર હંમેશા સંઘર્ષમાંથી કંઈક શીખ્યો છે. ત્યારે આ પરાજયમાંથી પણ અમે શીખ લઈશું. અને લોકોના પ્રશ્નોને ઉઠાવતાં રહીશું. જ્યાં પણ અન્યાયને અત્યાચાર થશે. ત્યાં કોંગ્રેસનો કાર્યકર હંમેશા પહેલી હરોફ્રમાં ઉભો રહી અને લોકોના પ્રશ્નોને વાચા આપતો રહેશે આ ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાન જે પણ કાર્યકર્તાઓએ મહેનત કરી છે. જે પણ આગેવાનોનું માર્ગદર્શન મળ્યું છે.એ તમામનો આભાર માનું છું. સૌથી મોટો આભાર છ મહાનગર પાલિકાના મતદારોનો માનું છું. જેમણે અનેક લોભ લાલચો, સામ,દામ,દંડની નીતિ સામે પણ મક્કમતાથી અમારા ઉમેદવારોને વિજયી બનાવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!