ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાતા કોરોનાના કેસમાં પણ ઘટાડો થયો હતો. ત્યારે ગઈકાલે ૬ મનપાની ચૂંટણીના પરિણામો આવતાની સાથે જાણે કોરોના પણ રિટર્ન્સ થયો હોય તેમ નવા ૩૪૮ કેસ નોંધાતા ફફડાટ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થવાની સાથે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે ૩૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૮ કેસ સામે આવ્યા છે. તો આ દરમ્યાન ૨૯૪ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે ગઈકાલે એકપણ દર્દીઓના મૃત્યુ થયા નથી. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના ૨ લાખ ૬૭ હજાર ૭૬૭ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા છે.
મહત્વનું છે કે અહીં ચૂંટણીની જાહેરાત બાદ સતત પ્રચાર ચાલી રહ્યો હતો. પ્રજાની ભીડ જાેવા મળી રહી હતી. તેની અસર હવે જાેવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ફરી કોરોનાના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં બનાસકાંઠા, બોટાદ, દાહોદ, ડાંગ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ કુલ ૮ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો કોરોનાનો ૧૭૮૬ એક્ટીવ કેસ છે, જેમાં ૩૧ વેન્ટીલેટર ઉપર છે અને ૧૭૫૫ સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાંતી કુલ ૪૪૦૬ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાના નવા ૩૪૮ કેસની વાત કરીએ તો અમદાવાદમાં ૭૪, વડોદરામાં ૭૬, સુરતમાં ૬૬ કેસ, રાજકોટમાં ૫૨, જામનગર- ગાંધીનગરમાં ૮-૮ કેસ, ભાવનગરમાં ૬ અને જૂનાગઢમાં ૪ કેસ, કચ્છમાં ૭, આણંદ-ખેડામાં ૬-૬ કેસ, મહિસાગરમાં ૬, ગીરસોમનાથમાં ૫ કેસ, સાબરકાંઠામાં ૪, નર્મદામાં ૩, અમરેલીમાં ૨ કેસ, દ્વારકા, મહેસાણા, મોરબી, નવસારીમાં ૨-૨ કેસ, પંચમહાલ-પાટણમાં ૨- ૨, તાપીમાં ૧ કેસ, ભરૂચ અને છોટા ઉદેપુરમાં ૧-૧ કેસ નોંધાયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews