ખાંભામાં ફાંસલો મુકી સિંહ બાળનો શિકાર કરવાનો પ્રયાસ કરનાર શિકારી ટોળકીના જામીન નામંજૂર કરાયા

0

ગીર સોમનાથ જીલ્લાના ખાંભા રેન્જમાંથી વન વિભાગે ફાંસલા નાખી સિંહ બાળને ઇજા પહોંચાડનારા શિકારીઓની ટોળીને ઝડપી લીધેલ હતી. આ ગુન્હાના નવ આરોપીઓએ જામીન મેળવવા સેસન્સ કોર્ટમાં અરજી કરેલ હતી જેમાં ગીર સોમનાથ જીલ્લા સરકારી વકીલની દલીલોના આધારે તમામ આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે. ગીર-સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, ખાંભા રેન્જમાંથી વન વિભાગના આર.એફ.ઓ. ગળચર, રતનપરા, એ.સી.એફ. દક્ષાબેન ભારાઇ સહીતના સ્ટાફે જંગલ વિસ્તારમાં ફાંસલા ગોઠવી વન્ય પ્રાણીઓનો શિકાર કરી તેના શરીરના અંગોનું વેચાણ, વપરાશ કરતી ટોળકીને થોડા દિવસો પહેલા જ ઝડપેલ છે. જે આરોપીઓ પૈકીના મણીબેન હબીબ પરમાર, અસ્માલ સમસેર પરમાર, રાજેશ મનસુખ પરમાર, મનસુખ ગુલાબ પરમાર, સમસેર ગુલાબ પરમાર માનસીંગ ગની પરમાર, અરવિંદ ગની પરમાર, નુરજહા મનસુખ પરમાર અને ભીખા સમસેર પરમારે જામીન મેળવવા માટે પ્રીન્સીપાલ ડ્રીસ્ટીકટ એન્ડ સેસન્સ કોર્ટના જજ વિષ્ણુપ્રસાદ ગીરજાશંકર ત્રીવેદી સમક્ષ અરજી કરેલ હતી જે અનુસંધાને દલીલો થયેલ હતી જેમાં ગીર સોમનાથ જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આરોપીઓને જામીન મુકત કરવામાં આવે તો સમાજમાં તેના અવળા પ્રત્યાઘાતો પડે અને ખોટો મેસેજ જાય તેમજ વન્ય પ્રાણીઓનું જીવન જાેખમમાં આવે તેવી દલીલોને માન્ય રાખી તમામ નવ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે.
ઉપરોકત ઝડપાયેલા આરોપીઓની અન્ય ગુન્હાઓમાં સંડોવણી અને આંતર રાજય ગેંગ સામેલ હોવાનું જણાતા સુત્રાપાડા કોર્ટમાંથી રીમાન્ડ મેળવેલ હતાં અને રીમાન્ડ પૂર્ણ થતા જામીન મેળવવા કરાયેલ અરજી જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સુત્રાપાડાએ નામંજૂર કરતા તમામ આરોપીઓએ સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આ કેસમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, આર્થીક ઉપાજનની લાલચમાં ફસાઇને ગીર અભયારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરી અંધશ્રધ્ધાથી પ્રેરાઇને તાંત્રીક હેતુઓ માટે વેચતા હોવાની અને આવા કિસ્સામાં અતિ કઠોર અભિગમ અપનાવી આવા તત્વોને ઉગતા ડામી દેવામાં ન આવે તો ગીરની કુદરતી સંપદા અને પ્રાણીઓનું રક્ષણ થઇ શકે નહીં તેના આધારે જામીન અરજી ફગાવી દીધેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!