કોરોના કારણે અગીયાર મહિનાથી સોમનાથ (વેરાવળ)થી રેલ વ્યવહાર બંધ રહ્યા બાદ ગઈકાલથી વેરાવળ-બાંદ્રા (મુંબઇ) ટ્રેનનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે વેરાવળથી ૧૦૦થી વધુ યાત્રીકો રીઝર્વેશન સાથે મુસાફરી કરવા બેસેલ હતા. ગઈકાલથી ટ્રેન સુવિધા શરૂ થતા સોમનાથ આવવા માંગતા યાત્રીકોને રાહત સાથે સુવિધા મળશે. રેલ વિભાગે ગઈકાલથી વેરાવળ-બાંદ્રા (મુંબઇ) સીધી ટ્રેન શરૂ થઈ છે. આ ટ્રેન વેરાવળ રેલ્વે સ્ટેશનથી દરરોજ બપોરે ૧૧ઃ૫૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૫ઃ૪૦ કલાકે બ્રાંદ્રા પહોંચશે. જયારે દરરોજ બ્રાંદ્રાથી બપોરે ૧ઃ૪૦ વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે ૭ઃ૨૦ કલાકે વેરાવળ પહોંચશે. આમ વેરાવળ (સોમનાથ) સાથે સોરઠને પ્રથમ વખત મુંબઇને જાેડતી સીધી ટ્રેન સેવાનો લાભ મળતાસોરઠવાસીઓ હરખભેર આવકારી રહયા છે. વેરાવળ રેલ્વે સ્ટેશનથી ગઈકાલે સ્ટેશન માસ્તર એ.આર. ત્રીવેદી, સુપ્રી. એમ.બી. ખાન સહીતનાની ઉપસ્થિતીમાં ટ્રેનનો પ્રારંભ થયેલ હતો.
આ ટ્રેન ૨૪ ડબ્બાઓની છે. જેમાં સેકન્ડ એસીના ૧, થર્ડ એસીના ૫, જનરલ સીટીંગના ૫, સ્લીપર કલાસના ૧૨ તથા એસ.એલ.આર. પાર્સલ વાનના બે ડબ્બાનો સમાવેશ કરાયો છે. ગઈકાલે પ્રથમ દિને ૧૦૨ યાત્રીકોએ રીઝર્વેશન કરી યાત્રાનો પ્રારંભ કરેલ હતો. જેમાં ફર્સ્ટ એસીમાં ૧, થર્ડ એસીમાં ૪, સીટીંગમાં ૩૩ અને સ્લીપર કલાસમાં ૬૪ સહીત કુલ ૧૦૨ યાત્રીકો રહેલ હતા. આ ટ્રેન શરૂ થતા મુસાફરોમાં પ્રસન્નતા સાથે ખુશીની લહેર પ્રસરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews