જૂનાગઢ મનપા ભાજપની યાદીમાં જણાવે છે કે સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ગુજરાત રાજયની ૬ મનપામાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ જૂનાગઢ મહાનગર દ્વારા કાળવા ચોક ખાતે વિજયોત્સવ મનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે તેમજ આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓ દ્વાર ફટાકડા ફોડી મ્હોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવવામં આવેલ હતો.
જૂનાગઢ મનપાની પેટાચુંટણીનાં લોક ચુકાદાને ભાજપે સ્વીકાર કર્યો છે. અને વોર્ડ નં. ૬ અને ૧પમાં બંને વોર્ડમાં જૂનાગઢ મહાનગરનાં અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં નેતૃત્વમાં આગેવાનો, હોદેદારો, કાર્યકર્તાઓએ જે અથાગ પરીશ્રમ કર્યો જેમાં વોર્ડ નં. ૧પનાં ભાજપનાં ઉમેદવાર નાગજીભાઈ ડાયાભાઈ કટારાનો ભવ્ય વિજય થયો છે. સમગ્ર ભારત દેશમાં ભાજપનાં નેતૃત્વમાં વિકાસયાત્રા ચાલી રહેલ છે ત્યારે જૂનાગઢ મનપામાં પણ ભાજપનાં નેતૃત્વમાં તમામ વોર્ડ-વિસ્તારમાં વિકાસ કાર્યો અવિરત પણે ચાલુ રહેશે તેમ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews