ગઈકાલનો દિવસ રાજકીય રીતે જાેઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે ખાસ દિવસ હતો. ગુજરાતનાં મહત્વનાં સીટી રાજકોટ સહિત ૬ મ્યુનીસીપલની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ધ્વજ લહેરાવવાની ઘટના નાની સુની નથી. જાેકે આ અગાઉ પણ ગુજરાત વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારોને જવલંત સફળતા મળી છે પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ માહોલમાં ગુજરાતના મહત્વનાં શહેરોમાં ભારતીય જનતા પાર્ટીની જીત એ ફરી એકવાર ગુજરાતની રાજકીય સ્થિતિમાં જ ભારતીય જનતા પાર્ટીની મજબુતાઈ દર્શાવે છે. એટલું જ નહીં આગામી તા.ર૮ ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નવા રાજકીય સમીકરણોનો ઉદય થાય તો નવાઈ નહીં. અને જેને લઈને રાજકીય નિષ્ણાંતો નવા ગણિતો માંડી રહયા છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમજ કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સિંહાસન ઉપર આરૂઢ છે. આવા સંજાેગોમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુક પંચાયત તેમજ કેટલીક જગ્યાએ પેટાચૂંટણીઓ પણ યોજવામાં આવી છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૬ અને વોર્ડ નં.૧પની યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતા એક બેઠક કોંગ્રેસને અને એક બેઠકને ભાજપને ફાળે ગઈ છે. આમ પરિણામમાં સ્થિતિ બરાબરની જાળવી રાખી છે. તો આ સાથે જ ગત રવિવારે ગુજરાતનાં ૬ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ હતી. અને આ ચૂંટણીમાં ભાજપનાં ભવ્ય વિજયના વધામણા થયાં છે. ગુજરાતનાં અનેક શહેરોમાં સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આતશબાજીનાં કાર્યક્રમો યોજાયા છે અને વિજય ઉત્સવને મનાવવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં યોજાયેલી ચૂંટણી સંપન્ન થઈ અને તેનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. અને નેતાઓ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ હવે બધા ગ્રામ્ય વિસ્તારને ખુંદી નાંખશે. સતત લોક સંપર્ક, ગૃપ મિટીંગો, ડોર ટુ ડોર પ્રચાર તંત્ર, હાથવગા સાધન સામગ્રી સાથે પ્રચાર તંત્ર પુરજાેરથી શરૂ થઈ ચુકયું છે. શહેરોનું પ્રચાર તંત્ર સંકેલાઈ ગયું અને હવે ગામડામાં પ્રચારતંત્રની ગરમી આવશે. ચૂંટણી આડે માત્રને માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો વિજેતા બને તે માટે પ્રયાસો કરી રહયા છે. જયારે પ્રજા જીવન એટલે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાનો જાેખ કોની તરફ વળે છે તે જાેવું રહયું. આ વખતની ચૂંટણીમાં કોરોના કાળમાં લોકડાઉનની પરિસ્થિતિ અને સરકાર દ્વારા પ્રજાને સહાય બનવાની વિવિધ યોજના ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ, પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ વગેરેનાં સતત વધી રહેલા ભાવો, મોંઘવારી, બેરોજગારી, બેકારી અને વિકાસનાં પ્રશ્નો આમ પંચરંગી પ્રશ્નોને લઈને આ ચૂંટણીમાં લોકો પોતાનો ફેંસલો આપતા હોય છે. અને સૌથી મોટી વાત એ છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારને કયો પક્ષ વધારે અનુકુળ છે તેમજ ચૂંટણીમાં ઉભેલા સ્થાનિક ઉમેદવારની સુવાસ કેવી છે તેના ઉપર પણ મદાર રાખવામાં આવતો હોય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews