જૂનાગઢ અને કેશોદમાં ટ્રેકટરની ટ્રોલીની ચોરી

0

જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભોજાભાઈ ચાંચીયાએ અજાણ્યા ટ્રેકટરનાં ચાલક વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે ફરીયાદીનાં ટ્રેકટરની ટ્રોલી આછા દુધીયા કલરની રૂા.પ૦ હજારની કોઈ અજાણ્યો ટ્રેકટર ચાલક પોતાના ટ્રેકટર સાથે તા.૧૮-૧-ર૦ર૧નાં ૧ વાગ્યાનાં અરસામાં જાેડી દઈ અને ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદનાં છગનભાઈ નથુભાઈ ઘોડાસરાના ટ્રેકટરની ટ્રોલી નં.જીજે-૧૧-ઝેડ-૦૧૮૯ કોઈ ચોરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews