સુત્રાપાડાના ખેલાડીએ કબ્બડીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના રહીશ પરમજીત ગોવિંદભાઈ બારડે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇવીટેશન રમતની સ્પર્ધામાં ભારત તરફથી કબ્બડીમાં ગોલ્ડ મેડલ જીતી શહેર અને કારડીયા રાજપુત સમાજનું નામ રોશન કર્યું છે. આ રમતમાં ભારત દેશના જુદા જુદા રાજયોમાંથી ઘણા ખેલાડીઓનું સિલેકશન થયેલ હતું. જેમાં ગુજરાતનાં ખેલાડીઓ આર્યન હેરમા અને સુત્રાપાડાના પરમજીત બારડનું સીલેકશન થયેલ હતુ. કબ્બડી સ્પર્ધામાં પરમજીતએ શ્રેષ્ઠ દેખાવ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હતો. જયારે અહેમદાબાદના સંજયએ ૧૦૦ મીટર દોડમાં બીજાે નંબર પ્રાપ્ત કરેલ હતો અને પ્રકાશે કુસ્તીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews