સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદીનું નામ અપાતા વિવાદ વકર્યો, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો

0

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. કોંગ્રેસના નેતાઓએ આ નામ બદલવાના નિર્ણયને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલનું અપમાન ગણાવ્યું છે. માત્ર સરદાર પટેલનું જ નહીં પરંતુ ગુજરાતનું પણ અપમાન ગણાવ્યું છે. સત્તાના અહંકારમાં ભાજપવાળા ઈતિહાસ ભુંસવાનો પ્રયાસ કરી રહયા છે. કોંગ્રેસનું કહેવું છે કે, સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જાેડાયેલું હતું. તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેશના પ્રથમ ગૃહમંત્રીનું અપમાન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટિવટર ઉપર લખ્યું છે કે, ‘‘અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કદી દેવાયું છે તે સરદાર પટેલનું અપમાન નથી ?’ ‘ સરદાર પટેલના નામે મત માંગતો ભાજપ સરદાર સાહેબનું અપમાન કરી રહયો છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન સહન નહી કરે.’ વધુ એક ટિવટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, ‘ભારત રત્ન લોહપુરૂષ સરદાર પટેલ આરએસએસ ઉપર પ્રતિબંધ લાદયો હતો અને એટલે જ આરએસએસના ચેલા સરદાર પટેલનું નામ નાબુદ કરવા શકય તમામ પ્રયાસ કરી રહયા છે. ભાજપ બહારથી સરદાર પટેલ પ્રત્યે મિત્રતા તથા અંદરથી વેર ધરાવે છે. એક વાત યાદ રાખજાે હિંદુસ્તાન સરદાર પટેલનું અપમાન સહન નહીં કરે.’ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ ટિવટર ઉપર લખ્યું છે કે, ‘કોંગ્રેસના સમયમાં અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જાેડવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!