સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર ઋતુનો માહોલ, સવારે ઝાકળ સાથે ઠંડો પવન

0

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર ઋતુનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે જાેરદાર ઝાકળવર્ષા થઈ હતી અને ઠંડો પવન પણ ફુંકાયો હતો. આજે સવારે હવામાં ભેજનંુ પ્રમાણ વધતા જાેરદાર ઝાકળવર્ષા થઈ હતી અને વાહન વ્યવહાર ઉપર પણ ભારે અસર પડી હતી. સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ ગયું હતું અને જેમ જેમ દિવસ પસાર થતો ગયો હતો તેમ તેમ ગરમીમાં સતત વધારો થતો જાય છે. બપોરે ધોમધખતા તાપ સાથે અસહ્ય ઉનાળાનો અહેસાસ થાય છે. આ સવારના સમયે જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્યા હતા અને વાહન વ્યવહારને ભારે અસર પડી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!