જૂનાગઢમાં હર્ષદનગર સોસાયટીનાં રહેણાંક મકાનમાંથી ૬૭ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં એસ.એન.સગારકા અને સ્ટાફ પેટ્રોલીંગ હતો ત્યારે એવી હકીકત મળેલ કે ખામધ્રોળ રોડ હર્ષદનગર વિસ્તારમાં રામેશ્વર સોસાયટીની શેરી નં.૩માં રહેતો શાહનવાઝ જમાલખાન બ્લોચ ગેરકાયદેસર રીતે તેના રહેણાંક મકાને ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે અને તેને અન્ય જગ્યાએ હેરાફેરી કરનાર હોવાની માહિતીના પગલે પોલીસે રેઈડ કરતાં ૬૭ બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.ર૬,૮૦૦ની કિંમતનો ઝડપી લીધેલ છે. અને શાહનવાઝ જમાલખાન બ્લોચને ઝડપી લીધેલ છે. જયારે મુસ્તફા ઉર્ફે શેખ જાતે મેમણ હાજર નહીં મળી આવેલ. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews