અસામાજિક પ્રવૃતિ કરતા ૩ શખ્સોને જૂનાગઢ જિલ્લામાંથી હદપાર કરાયા

0

જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પીઆઈ આર.જી. ચૌધરીએ ૩ શખ્સોને તડીપાર કરવાની દરખાસ્ત કરતાં જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આ દરખાસ્તને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ સમક્ષ મોકલતાં એસડીએમ અંકિત પન્નુએ દોલતપરાના રામદેવપરા વિસ્તારના અજીત ઉર્ફે મંત્રી આમદભાઈ નારેજા અને જુસબ ઉર્ફે કારીયો તૈયબભાઈ વિશળ તથા જાેષીપરાના નારાયણનગરના અસ્લમ ઉર્ફે છમીયો ઓસમાણભાઈ સીડાને હદપાર કરવા હુકમ કરતાં ત્રણેય શખ્સોને જૂનાગઢ જિલ્લામાંથી હદપાર કરાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews