જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે ઘર કંકાસમાં પત્ની અને પુત્રના હાથે આધેડની હત્યા

0

જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે આધેડની હત્યાનો બનાવ પામેલ છે. ઘર કંકાસનાં કારણે પત્ની અને પુત્રએ ઘર કંકાસનાં કારણે હત્યા કરી હોવાનું બહાર આવેલ છે. તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
આ બનાવ અંગે પોલીેસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકાનાં કેરાળા ગામે સીમમાં રહેતા દિપકભાઈ ચંદુભાઈ કુડેચા (ઉ.વ.૪પ)ની હત્યા થઈ છે. ગઈકાલે રાત્રીનાં ઘર કંકાસ થયો હતો અને આ ઘર કંકાસમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો ગરમાગરમ થતા મૃતક દિપકભાઈનાં પત્ની વિજયાબેન તથા પુત્ર જયેશએ કોદાળી અને લાકડી વડે માર મારતા દિપકભાઈનું ગંભીર ઈજાથી મૃત્યુ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ છે. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એન.સગારકા અને સ્ટાફ બનાવનાં સ્થળે દોડી જઈ તપાસની કામગીરી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!