માળિયાહાટીના તાલુકાનાં ગળોદર – ભંડુરી વચ્ચે મોટરસાયકલ ઉપરથી પટકાતા વૃધ્ધાનું મૃત્યુ

0

માળિયાહાટીના તાલુકાનાં ગળોદર- ભંડુરી રોડ ઉપર મોટર સાયકલ પાછળ બેસેલ વૃધ્ધા રોડ ઉપર પડી જતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વેરાવળનાં સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા જાતે પ્રજાપતિ (ઉ.વ.૪પ) એ વેરાવળનાં અશ્વિનભાઈ ચાવડા જાતે પ્રજાપતિ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીએ પોતાનાં હવાલાનું મોટર સાયકલ નં.જીજે-૩રઈ-પ૭૩૧ નંબરનું ગફલતભરી રીતે ચલાવતાં રોડ ઉપર કડ આવતાં મોટર સાયકલ ઉછળતા પાછળ બેઠેલા અમૃતબેન નરશીભાઈ ચાવડા (ઉવ.૬૦) ઉછળીને રોડ ઉપર પછડાતા તેનાં માથામાં ગંભીર ઈજા થતાં તેનું મૃત્યુ થયું છે. માળિયા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!