જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે ગળફાંસો ખાતા યુવતીનું મૃત્યું

0

જૂનાગઢ તાલુકાનાં ઝાલણસર ગામે પુનમબેન અજયભાઈ વાઘેલા (ઉ.વ.૩પ)એ ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી મજુરી કામે જવા સમજાવતા તેને લાગી આવતાં ગળાફાંસો ખાઈ લેતા જીવનનો અંત આણેલ છે. જયારે અન્ય એક બનાવમાં યોગીતાબેન બાબુભાઈ સીસોદીયા (ઉ.વ.ર૦) રહે.ખામધ્રોળવાળા પોતાના ઘરે હતાં તે દરમ્યાન અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કેશોદ તાલુકાનાં અજાબ ગામે રહેતા લઘધીરભાઈ ભીમાભાઈ બાબરીયા જાતે મહીયા દરબાર (ઉ.વ.૩૩)એ કોઈપણ કારણોસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ લઈ જીવનનો અંત આણેલ છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews