શીલ : મતદાન મથકે ફરજમાં રૂકાવટ કર્યાની બે સામે ફરીયાદ

0

શીલ પોલીસ સ્ટેશનનાં હિતેશભાઈ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલએ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી મરીન કમાન્ડો જીગ્નેશભાઈ રાજાભાઈ ભરડા તથા રાજાભાઈ હીરાભાઈ ભરડા સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી શીલ પોલીસ સ્ટેશન વિસ્તારનાં સ્થાનીક – સ્વરાજયની ચુંટણી સબબ પોલીસ ગૃપ મોબાઈલ ૧ તરીકે ફાળવેલ રીકવીઝીટ વાહનમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન શીલ હાઈસ્કુલમાં આવેલ મતદાન મથકનાં કંમ્પાઉન્ડમાં અમુક માણસો બિન અધિકૃત રીતે આંટાફેરા કરતાં હોય જેથી તેઓને લાઈનબધ્ધ ઉભા રહેવાની પોલીસ તરીકેની ફરજ બજાવતા હતાં. તે દરમ્યાન આરોપીઓએ ફરીયાદીને બિભત્સ ગાળો દઈ ઉધ્ધતાઈભર્યુ વર્તન કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews