મહાવદ ચોથને મંગળવાર તા.ર-૩-ર૧ ના દિવસે અંગારકી ચોથ છે. સામાન્ય રીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે. પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. ખાસ કરીને આવતીકાલે અંગારકી ચોથ છે. સાથે ચિત્રા નક્ષત્ર પણ છે. ચિત્રા નક્ષત્રના સ્વામી પણ મંગળ છે આથી આ દિવસે ગણપતી પૂજા અને અંગારકી ચોથનું મહત્વ વધી જશે અને વધારે ફળદાયી બનશે. આવતીકાલે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ રહેવો. ઉપવાસમાં આખો દિવસ ફળ, દુધ, દહીં, છાશ લઈ શકાય, તે સિવાયની વસ્તુઓ લેવી નહીં. દિવસ આથમ્યા પછી ગણપતીદાદાનું પૂજન કરવું. પૂજનમાં દાદાને દુર્વા, લાલ ગુલાબની પાંખડી ચડાવવી વધારે ઉત્તમ ગણાય. પૂજન પૂર્ણ થયા બાદ ગણપતીદાદાને ભાખરીના ગોળવાળા ર૧ લાડુ અર્પણ કરવા. ૧૧ અથવા ૭ લાડુ પણ ધરી શકાય. ત્યારબાદ આરતી કરી ચંદ્ર દર્શન કરી પછી ધરાવેલા લાડુ અને દહીં, છાશનો પ્રસાદ લઈ શકાય. જે લોકોને જીવનમાં વારંવાર મુસીબતો આવતી હોય તથા જેની કુંડળીમાં મંગળ ભારે હોય, મંગળ દોષ હોય, મંગળ નબળો હોય તેવા લોકોએ ખાસ કરીને આ સંકષ્ટ ચતુર્થી અંગારકી ચોથ રહેવી વધારે ફળદાયી રહેશે. આ વખતે સંકષ્ટ ચોથ અને ખાસ કરીને ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે આથી ચિત્રા નક્ષત્ર વધારે શુભ ગણાય. ચંદ્ર દર્શનનો સમય રાત્રે ચંદ્ર ઉદય ૧૦.૪ કલાકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews