જૂનાગઢમાં યોગ-પ્રાણાયામનો વિનામુલ્યે માર્ગદર્શન કેમ્પ યોજાશે

0

સરકારી આયુર્વેદ કોલેજ તથા હોસ્પિટલના પ્રસુતિતંત્ર-સ્ત્રીરોગ વિભાગ તેમજ વેલનેસ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૮-૩-૨૧, સોમવારના રોજ વુમન્સ ડેની ઉજવણી નિમિત્તે સ્ત્રી રોગો, ગર્ભિણી તથા સુવાવડી સ્ત્રીઓ માટે ઉપયોગી યોગ તથા પ્રાણાયામનું વિનામુલ્યે માર્ગદર્શન અને નિદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા મહિલા વર્ગને તા. ૬-૩-૨૧ સુધીમાં કામકાજના દિવસોમા સવારે ૯ થી ૧૨ સુધીમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની ઓ.પી.ડી નં-૧૮માં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ માટે હેલ્થ ટોનિક એવા ખજુર મધનુ તા. ૮-૩-૨૧ના રોજ સવારે ૯થી ૧૨ સુધી સરકારી આયુર્વેદ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગની ઓ.પી.ડી. નં-૧૮ ખાતે વિનામુલ્યે વિતરણ કરવામા આવશે જેની પણ નોંધણી કરાવવી આવશ્યક છે તેમ યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews